SBI Asha scholarship 2024 : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે 10,000 રૂપિયા સુધીની Scholarship જુઓ માહિતી

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ફાઉન્ડેશન બેંકિંગ સેવાઓ ઉપરાંત વિવિધ પ્રોજેક્ટ્સમાં સામેલ છે અને આવા પ્રોજેક્ટ્સમાંનો એક SBI આશા Scholarship કાર્યક્રમ છે જે તેની ઇન્ટિગ્રેટેડ લર્નિંગ મિશન (ILM) તરીકે ઓળખાતી શિક્ષણ પહેલના ભાગ રૂપે શરૂ કરવામાં આવ્યો છે.આ યોજના સમગ્ર દેશમાં ઓછી આવક ધરાવતા પરિવારોના તેજસ્વી વિદ્યાર્થીઓને ટેકો આપવા માટે નાણાકીય સહાય સુનિશ્ચિત કરે છે, જેથી તેઓ તેમનું શિક્ષણ ચાલુ રાખી શકે.આ પ્રોજેક્ટ ગ્રામીણ વિકાસથી શરૂ કરીને શિક્ષણ અને અન્ય ઘણા ક્ષેત્રોને આવરી લે છે. SBI આશા ફાઉન્ડેશન વિશે અહીં વધુ વિગતો છે.

એસબીઆઈ આશા Scholarship 2024

SBI Bank ભારતમાં અવિરતપણે સામાજિક આર્થિક જવાબદારીઓ ઘણા વર્ષોથી નિભાવી રહી છે જેમાં દેશભરમાં વિદ્યાર્થીઓ માટે ની આ sbi આશા આશા શિક્ષક scholarship નો પણ સમાવેશ થાય છે. આ યોજના દ્વારા જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને સામાજિક અને શૈક્ષણિક બરાબરિતા પ્રદાન કરવા માટે આ પ્રોગ્રામની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત ભારતમાં મધ્યમ વર્ગના બાળકોના શૈક્ષણિક લેવલને એક મજબૂતી પ્રદાન કરવા માટે આ યોજના બનાવવામાં આવી છે. sbi એ વિદ્યાર્થીઓને 50,000 થી 5,00,000 રૂપિયાની financial assistance માટે અલગ અલગ પાત્રતા અને માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. ઉપરાંત જરૂરી ડોક્યુમેન્ટ આશા Scholarship ના લાભો, અને આ Scholarship માટે કેવી રીતના અરજી કરવી તે બધાની વિગતવાર માહિતી આ આર્ટિકલ દ્વારા આપણે મેળવીશું તો ચાલો જાણીએ.

SBI આશા Scholarship 2024 મેળવવા માટેની પાત્રતા

  • scholarship યોજના નો લાભ લેવા માટે અરજદાર વિદ્યાર્થી કાયમી ધોરણે ભારતમાં રહેતા હોવા જરૂરી છે.
  • આ યોજનાનો લાભ લેવા માટે, વિદ્યાર્થી National Institute of Banking Framework (NIRF) માન્ય કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હોવો જરૂરી છે.
  • ભારત દેશની ટોપ લેવલ ની ગણાતી મેનેજમેન્ટ સંસ્થા (IIM) માં MBA/PGDM પ્રોગ્રામના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળી શકે છે.
  • શિષ્યવૃત્તિનો લાભ મેળવવા માગતો વિદ્યાર્થી દેશની engineering ક્ષેત્રે ટોપ લેવલની IIT સંસ્થામાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને પણ આ યોજનાનો લાભ મળી શકે છે.
  • આ ઉપરાંત વિદ્યાર્થી ભારત દેશની કોઈપણ પ્રખ્યાત યુનિવર્સિટી કે કોલેજમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવતા હોવાથી PhD, Master’s degree કરતાં વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળી શકે છે.
  • આ સિવાય અરજદાર વિદ્યાર્થી ઓછામાં ઓછા ૭૫ ટકા માર્ક સાથે 12 માં ધોરણમાં ઉત્તીર્ણ થયેલો હોવો જરૂરી છે.
  • આ યોજનાનો લાભ ઇચ્છુક અરજદાર વિદ્યાર્થી ની પરિવારની વાર્ષિક આવક 3 લાખ કરતા ઓછી હોવી જોઈએ.

એસબીઆઇ આશા શિષ્યવૃતિના મળવા પાત્ર લાભો

  • બેચલર્સ ડિગ્રી મેળવનારા વિદ્યાર્થી માટે 50000 રૂપિયાની સહાય.
  • IIT Engineering વિદ્યાર્થીઓ માટે ત્રણ લાખ ચાલીસ હજાર રૂપિયાની સહાય.
  • IIM Management ના વિદ્યાર્થી માટે રૂપિયા પાંચ લાખની સહાય.
  • Ph.D. ના વિદ્યાર્થીઓ માટે રૂપિયા બે લાખની સહાય આ યોજના દ્વારા મળવા પાત્ર છે.

SBI Asha Scholarship 2024 માટે જરૂરી દસ્તાવેજો

Aadhaar Card: વિદ્યાર્થીની ઓળખ ચકાસવા માટે માન્ય આધાર કાર્ડ જરૂરી છે.

પાછલા વર્ગનું રિપોર્ટ કાર્ડ: શૈક્ષણિક કામગીરી અને પાત્રતાની પુષ્ટિ કરવા માટે સૌથી તાજેતરના શૈક્ષણિક વર્ષથી રિપોર્ટ કાર્ડ પ્રદાન કરો.

Student Certificate: વિદ્યાર્થીની નોંધણી અને વર્તમાન વર્ગ સ્તરની પુષ્ટિ કરતું શાળાનું પ્રમાણપત્ર.

Income Certificate: વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક આવક સાબિત કરતો અધિકૃત દસ્તાવેજ, જે ₹3 લાખથી ઓછી હોવી જોઈએ.

તાજેતરનો ફોટોગ્રાફ: ઓળખના હેતુઓ માટે વિદ્યાર્થીનો તાજેતરનો પાસપોર્ટ-કદનો ફોટો.

Bank Account Details: વિદ્યાર્થીના બેંક ખાતા વિશેની માહિતી જ્યાં શિષ્યવૃત્તિ ભંડોળ ટ્રાન્સફર કરવામાં આવશે.
ખાતરી કરો કે બધા દસ્તાવેજો અપ-ટૂ-ડેટ છે અને તમારી અરજી સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે જરૂરી માહિતીને ચોક્કસ રીતે પ્રતિબિંબિત કરે છે.

SBI આશા Scholarship માટે કેવી રીતે અરજી કરવી ?

સૌપ્રથમ નીચે આપેલી sbi ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર વિઝીટ કરવી પડશે.

એસબીઆઇની ઓફિસિયલ www.sbifoundation.in વેબસાઈટના હોમપેજ પર તમારે એસબીઆઇ પાછા સ્કોલરશીપ ના ઓપ્શન પર ક્લિક કરવાનું છે.

સ્કોલરશીપ નો ઓપ્શન ક્લિક કર્યા બાદ તમને બીજી વેબસાઈટ ઉપર રીડ ડાયરેક્ટ કરવામાં આવશે. (એટલે બીજી વેબસાઈટ નું પેજ ઓપન થશે)

આ નવા પેજમાં તમને એક ઓનલાઇન અરજી ફોર્મ જોવા મળશે જેમાં માંગેલ તમામ વિગતો અને દસ્તાવેજ ની વિગત દાખલ કરવાની રહેશે. તેમજ આ ફોર્મમાં માંગેલ તમામ ડોક્યુમેન્ટ,જે ફોર્મેટમાં માંગેલ હોય એ ફોર્મેટમાં વ્યવસ્થિત રીતે અપલોડ કરવાના રહેશે.

ફોર્મ ભરાઈ ગયા બાદ શાંતિથી કાળજી પૂર્વક ચેક કરો કે તમે આપેલી બધી વિગત ના સ્પેલિંગ કે બીજી કોઈ પણ જાતની ભૂલ હોય તો સુધારીને પછી સબમિટ કરો.

SBI આશા શિષ્યવૃત્તિ 2024 મહત્વની લિંક

ઓફિસિયલ વેબસાઈટ અહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top