Ration Card Online Check Gujarat : રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો જાણો ઓનલાઇન: રાજ્યમાં ગરીબીનું અન્ન સલામતી માટે જાહેર વિતરણ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાં રાજ્યના લોકોને અનાજ તેમજ અન્ય ચીજ વસ્તુઓનો માનસિક ધોરણે નિયમિત પુરવઠો વાજબી ભાવની દુકાનો મારફતે મળી રહે લોકોને તે માટે નો છે. જેમાં ઘણા લોકોને ખબર પણ નથી હોતી કે તેમને રેશનકાર્ડમાં કઈ કઈ વસ્તુ મળવા પાત્ર છે. અને કઈ કઈ વસ્તુ નથી. તો આ લેખમાં તમે આજે જાણશો કે તમારા રેશનકાર્ડમાં તમને કેટલો જથ્થો મળવા પાત્ર છે. તે કઈ રીતે ચેક કરી શકો. જેમાં ઘઉં, ચોખા, બાજરો, ખાંડ, તેલ અને દાળનો જથ્થો કેટલા કિલો મળશે તે બધું જ તમે ચેક કરી શકો છો.
Ration Card Online Check Gujarat
વિભાગનું નામ | અન્ન અને નાગરીક પુરવઠા વિભાગ |
પોસ્ટનું નામ | રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો 2024 |
પ્રક્રિયા | ઓનલાઈન અને ઓફલાઇન |
હેલ્પ લાઈન નંબર | 1800 233 5500 |
સત્તાવાર સાઈટ | https://dcs-dof.gujarat.gov.in/ |
તમારા રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો ઓનલાઇન કેવી રીતે ચેક કરવો?
- સૌથી પહેલા તમારે અન્ન અને નાગરિક પુરવઠાની વેબસાઈટ ઉપર જવાનું રહેશે.
- તે પછી “તમને મળવા પાત્ર જથ્થો” નામનું ઓપ્શન તમને જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.
- કે પછી તમને એક નવું પેજ જોવા મળશે તો એમાં તમારે રેશનકાર્ડ નંબર નાખવાનો રહેશે અને નીચેના ઈમેજમાં કેપ્ચા કોડ પણ આપવામાં આવશે તમારે તે કોડ ભરવાનો રહેશે.
- પછી તમારે નીચે view/ જુઓ નો ઓપ્શન જોવા મળશે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે.
- એ થઈ ગયા બાદ તમારી સામે નીચે એક ટેબલમાં ફોર્મેટ હશે તેમા જેટલો પણ જથ્થો મળવા પાત્ર છે તેનું લીસ્ટ તમને જોવા મળશે.
જેમાં તમને ઘઉં, ચોખા, ખાંડ, મીઠું, તેલ અને દાળ વગેરે જેવી વસ્તુ એટલા પ્રમાણમાં એ કિલોમાં મળવાની છે તે બધી વિગતો તમને જોવા મળશે. જો તમને જથ્થો મળવા પાત્ર નથી તો તમારા રાશનકાર્ડમાં તો તમારી સામે કંઈ પણ વિગતો જોવા મળશે નહીં.
રેશનકાર્ડ નંબર વગર મળવાપાત્ર જથ્થો કેવી રીતે તપાસવો
જે મિત્રો, પોતાનો રેશનકાર્ડ નંબર ભૂલી ગયા છે અથવા અત્યારે તેની કોપી તેમની પાસે હાજર નથી તો પણ તેઓ તેમનો મળવાપાત્ર જથ્થો ઓનલાઈન મેળવી શકે છે, જેની વિગત નીચે મુજબ છે.
- સૌપ્રથમ તમારે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની સત્તાવાર સાઈટ પર જવાનું રહેશે. ” https://dcs-dof.gujarat.gov.in/ “
- ત્યારબાદ તમને હોમપેજ પર “તમને મળવા પાત્ર જથ્થો જાણો “ નામનું ઓપ્શન દેખાશે તેના ઉપર ક્લિક કરો.
- હવે તમારી સામે નીચે મુજબનું પેજ ખુલશે જેમાં અથવા પછી ના ઓપ્શન પર જાઓ.
- ત્યારબાદ તમારી પાસે “NFSA કાર્ડ હોય તો ” હા પસંદ કરો.
- હવે તમે ગેસ કનેકશન ધરાવતા હોવ તો “હા” પસંદ કરો નહીં તો “ના” પસંદ કરો.
- ત્યારબાદ તમારા રેશનકાર્ડમાં કુલ જન સંખ્યા કેટલી છે તે માહિતી નાખો.
- પછી તમારી રેશનકાર્ડ કઈ કેટેગરીમાં આવે છે તે પસંદ કરો અને કેપ્ચા ઇમેજ બાજુ ના બોક્સ માં નાખો.
- હવે “view/જુઓ” બટન પર ક્લિક કરતા તમારી સામે તમને કુલ મળવા પાત્ર જથ્થો દેખાશે.
- મિત્રો, જો તમારી પાસે રેશનકાર્ડ ન્ંબર ઉપલબ્ધ હોય તો તેના દ્વારા મળવાપાત્ર જથ્થા ની વિગત તમે સચોટ રીતે મેળવી શકશો, જેથી તમને ખબર પડે કે તમને જથ્થો મળવાપાત્ર છે કે નહીં.
રેશન કાર્ડ સેવાઓ માટે ઉપયોગી લિંક્સ
અધિકૃત વેબસાઇટ | અહીં ક્લિક કરો |
રેશનકાર્ડ હેલ્પ લાઈન નંબર | 1800-233-5500 |
હોમપેજ | અહીં ક્લિક કરો |