Online Jantri gujrat 2024: નમસ્તે મિત્રો, જો તમે અત્યારે જમીન ખરીદવા ઇચ્છતા હોય તો તમારે સૌ પ્રથમ તેના ભાવ જાણી લેવા જોઈએ. તમે એક રીત મુજબ ઓનલાઇન માધ્યમમાં જમીનના સરકારી ભાવ જાણી શકો છો. હવે તમારે જમીનના સરકારી ભાવ જાણવા માટે સરકારી ઓફિસમાં જવાનું રહેશે નહીં તમે સંપૂર્ણપણે ઓનલાઈન પ્રક્રિયા દ્વારા તે જોઈ શકો છો. ગુજરાત રાજ્યમાં જમીનના ભાવ જાણવા માટે તમારે ફક્ત ગુજરાત રાજ્યની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે ત્યાં થોડી ઘણી પ્રક્રિયા કરીને તમે જમીનના સરકારી ભાવ જાણી શકશો. આજે અમે પોતાના લેફ્ટ દ્વારા ઓનલાઈન જંત્રી ગુજરાત 2024 વિશે તમને મહત્વની જાણકારી આપીશું.
જંત્રી એટલે શું અને તે કોણ નક્કી કરે છે?
જંત્રી એટલે કે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવતું લૅન્ડ વૅલ્યૂ સર્ટિફિકેટ. જંત્રી એટલે જમીન કે કોઈપણ પ્રોપર્ટીના ખરીદ વેચાણ માટે સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા લઘુતમ ભાવ.
જો તમારો વેચાણ દસ્તાવેજ જંત્રી કરતા વધુ હશે તો જ સરકારી ચોપડે તમે તે પ્રૉપર્ટીના માલિક છો તેવી નોંધણી થશે નહીંતર નહીં થાય.
જંત્રીના ભાવથી કોઈપણ પ્રોપર્ટીનો દસ્તાવેજ કરતી વખતે તમારે કેટલી સ્ટેમ્પ ડ્યુટી અને કેટલો રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવો એ નક્કી કરવામાં મદદ મળે છે. બીજા રાજ્યોમાં તેને સર્કલ રેટ તરીકે ઓળખવામાં આવે છે.
રાજ્ય સરકાર દ્વારા જમીન અને મિલકતની બજાર કિંમતના આધારે નિયમિત સમયે સમીક્ષા કરવામાં આવે છે. અને ત્યાર બાદ સર્કલ રેટ એટલે કે જંત્રીના દર નક્કી કરવામાં આવે છે.
જંત્રી દર ગુજરાત 2024 કેવી રીતે જોવું ?
અત્યારના સમયમાં ગુજરાત રાજ્યમાં જમીનનો જે સરકારી ભાવ ચાલી રહ્યો છે તે તમે નીચે મુજબના જુદા જુદા સ્ત્રોતોના આધારે જાણી શકો છો.
તમે તેને મોબાઇલ એપ્લિકેશન દ્વારા પણ જોઈ શકો છો. ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા જંત્રી ગુજરાત નામની એક મોબાઇલ એપ્લિકેશન બનાવવામાં આવેલી છે. તમે પોતાના મોબાઈલ ફોનમાં google play store માંથી અથવા એપલ એપ સ્ટોરમાંથી જંત્રી ગુજરાત એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને તેના દ્વારા પોતાના મોબાઈલમાંથી જંત્રી દર ચેક કરવા માટેની સરકાર દ્વારા મંજૂરી મેળવી શકો છો.
રાજ્યમાં રજીસ્ટર મિલકત વેપારી અથવા વકીલ દ્વારા પણ તમે જંત્રીદાર એટલે કે જમીનનો સરકારી ભાવ કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર ચેક કરી શકો છો. જો તમારી અત્યારે ગુજરાત રાજ્યમાં જમીનનો સરકારી ભાવ જાણવો છે(જંત્રી દર ગુજરાત 2024 ચેક કરવો છે) પરંતુ તમને મુશ્કેલી પડી રહી છે તો તમે રાજ્યમાં રજીસ્ટર કરાયેલા મિલકત વેપારી અથવા વકીલની સલાહ લઈ શકો છો અને તેના આધારે મળેલા માર્ગદર્શન જમીનનો સરકારી ભાવો ચેક કરી શકો છો.
જંત્રી દર ગુજરાત 2024 માટે તમે પોતાના વિસ્તારના સ્થાનિક તાલુકા અથવા મહેસુલ કચેરી મથી પણ તેની માહિતી મેળવી શકો છો. તેના માટે સૌપ્રથમ તમારે પોતાના વિસ્તારના સ્થાનિક તાલુકા અથવા મહેસુલ કચેરીની મુલાકાત લેવાની રહેશે અને તેના કર્મચારીઓ પાસેથી તમે માહિતી મેળવી શકો છો.
ગુજરાતમાં જમીનના સરકારી ભાવ ( જંત્રી દર) ચેક કરવાની ઓનલાઈન પ્રક્રિયા
- તમારે ગુજરાતમાં જમીનના સરકારી ભાવ એટલે કે જંત્રી દર ચેક કરવા માટે સૌપ્રથમ ગુજરાત રેવન્યુ વિભાગની ઓફિસિયલ વેબસાઈટ- https://revenuedepartment.gujarat.gov.in/ પર જવાનું રહેશે.
- અહીં તેના હોમ પેજ પર તમને જંત્રી ઓપ્શન આપેલું હશે તેના પર ક્લિક કરો.
- તમારે હવે અહીં પોતાના જિલ્લા, તાલુકા અને ગામની પસંદગી કરવાની રહેશે.
- ત્યારબાદ તમારે પોતાના ગામનો પ્રકાર એટલે કે શહેરી કે ગ્રામીણ પસંદ કરવાનું છે.
- તમે શેના માટે જમીન ખરીદવા કે વેચવા જઈ રહ્યા છો તેની પસંદગી કરવો ઉદાહરણ તરીકે ખેતી, રહેણાંક,વ્યાપાર વગેરે.
- જો તમે જાણતા હોય તો અહીં પોતાનો પ્લોટ નંબર દાખલ કરો.
- આ પ્રક્રિયા થઈ ગયા પછી સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારી સામે નવા પેજ પર તમે તે જમીનનો સરકારી ભાવ અને અન્ય માહિતી જોઈ શકો છો.
જંત્રી દર ગુજરાત મેળવવા માટે જરૂરી દસ્તાવેજો
- જમીન ટાઇટલ ડીડ / સેલ ડીડની નકલ
- જમીન બોજ પ્રમાણપત્રની નકલ
- નોંધણી દસ્તાવેજોની નકલ
- પટ્ટા દાર પાસબુકની નકલ
ગુજરાતમાં જંત્રીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય ?
- બેંક પાસેથી અને જામીન હેતુ માટે લોન મેળવવા માટે
- ઉધાર લીધેલી ચોક્કસ લોનની ક્રેડિટ મર્યાદા વધારવા માટે પણ, જંત્રી દરો, jantri gujarat ધ્યાનમાં લેવામાં આવે છે
- કોન્ટ્રાક્ટર તરીકે નોંધણી કરવા માટે, વ્યક્તિએ જમીન મૂલ્ય પ્રમાણપત્રની જરૂર છે
- જંત્રી વિઝા માટે અરજી કરવા માટે ઉપયોગી દસ્તાવેજ છે.
- કેપિટલ ગેઇન ટેક્સની ગણતરીમાં ખુબજ ઉપયોગી, કેન્દ્ર સરકારનો આવકવેરો જંત્રી દર