Gujarat Vahali Dikari Yojana 2024:- દીકરીઓ, યુવતીઓ અને મહિલાઓના શિક્ષણ, લગ્ન અને આત્મનિર્ભરતા માટે દેશભરમાં વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તેવી જ રીતે, ગુજરાત રાજ્યમાં, તે દીકરીઓના લગ્ન અને શિક્ષણ માટે સંપૂર્ણ રૂ. 1 લાખ 10 હજાર આપે છે. આ યોજના દ્વારા દીકરીઓ સારું શિક્ષણ મેળવીને તેમના જીવનમાં કંઈક સારું કરી શકે છે. આ યોજનામાં ફોર્મ કઈ રીતે ભરવાનું છે? એવી જ રીતે તમારા મનમાં ઘણા બધા સવાલો હશે જેના જવાબ તમને આ લેખમાં મળવાનો છે તો મિત્રો આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો.
વ્હાલી દીકરી યોજના 2024
યોજનાનું નામ | વ્હાલી દીકરી યોજના |
કોના દ્વારા શરૂ કરવામાં આવી | ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર |
કોણે લાભ મળે? | ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓ |
મુખ્ય ઉદ્દેશ્ય | મહિલાની સુરક્ષા સલામતી અને વિકાસ માટે |
અધિકૃત વેબસાઈટ | https://wcd.gujarat.gov.in/ |
વ્હાલી દીકરી યોજના મુખ્ય હેતુ
- બાળ લગ્ન થતાં અટકાવવા.
- દીકરીઓના જન્મદર અથવા વસ્તીમાં વધારો કરવા માટે.
- દીકરીઓના શિક્ષણ અને કૌશલ્ય ને પ્રોત્સાહિત કરવા.
- મહિલાઓના સર્વાંગી સશક્તિકરણ વિકાસ માટે
- મહિલાઓને સ્વ નિર્ભર બનાવવા માટે
વ્હાલી દીકરી યોજના પાત્રતા
- આ યોજના માટે પરિવારની પ્રથમ બે દીકરીઓ માટે છે.
- અરજદાર ગુજરાત રાજ્યનો હોવો જોઈએ
- અરજદાર પાસે બેંક ખાતું હોવું આવશ્યક છે
- અરજદારના પરિવારની વાર્ષિક આવક 2 રૂપિયા થી વધુ ન હોવી જોઈએ.
- પ્રથમ, અરજદાર ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
- અરજદાર છોકરી હોવી જોઈએ.
- આ યોજના કુટુંબ દીઠ પ્રથમ બે કન્યા બાળકો માટે માન્ય છે.
- કુટુંબ EWS (આર્થિક રીતે નબળા વિભાગ) સાથેનું હોવું જોઈએ.
- ગરીબી રેખા નીચે (BPL) પરિવારો આ યોજના માટે પાત્ર છે.
- અરજદાર આર્થિક રીતે નબળા હોવા જોઈએ.
- લાભદાયી દંપતી આવક વેરા દાતા ન હોવા જોઈએ.
- અરજદારને સરકાર અથવા સરકારની અન્ય સ્થાનિક સંસ્થાઓ તરફથી કોઈ નાણાકીય સહાય અથવા પેન્શન મળવું જોઈએ નહીં.
- વ્હાલી દીકરી યોજના માત્ર એવા વિદ્યાર્થીઓને જ નાણાં ઓફર કરે છે જેઓ તેમનું ઉચ્ચ શાળાનું શિક્ષણ પૂર્ણ કરશે.
- એક પરિવારની 2 થી વધુ મહિલા વિદ્યાર્થીઓના કિસ્સામાં આ યોજનાનો લાભ મેળવવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
- માતા-પિતાની વાર્ષિક આવક રૂપિયા 2 લાખની મર્યાદાને વટાવી ન જોઈએ.
વ્હાલી દીકરી યોજના જરૂરી ડોક્યુમેન્ટ
- દીકરીના જન્મનું પ્રમાણપત્ર
- દીકરીનો આધારકાર્ડ નંબર (જો હોય તો)
- માતા અને પિતા બન્નેનું આધારકાર્ડ
- માતા અને પિતા બંનેનું જન્મનું પ્રમાણપત્ર
- આવકનો દાખલો
- દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા
- લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્નનું સર્ટિફિકેટ(પ્રમાણપત્ર)
- સ્વ-ઘોષણાનો નમૂનો
- અરજદારના રેશનકાર્ડની નકલ.
- લાભાર્થી દીકરી અથવ માતા/પિતાની બેંક ખાતાની પાસબુક
વ્હાલી દીકરી યોજના મળવાપાત્ર સહાય
વ્હાલી દીકરી યોજના માં કુલ 1,10,000 રૂપિયાની આર્થિક સહાય સરકાર આપે છે, આ સહાય ત્રણ વખત અલગ અલગ હપ્તો આપવામાં આવશે.
- આ યોજનામાં ફોર્મ ભર્યા બાદ જ્યારે દીકરી પહેલા ધોરણમાં ભણવા જાય છે ત્યારે દીકરીને સરકાર દ્વારા 4000 રૂપિયા નો પહેલો હપ્તો આપવામાં આવે છે.
- જ્યારે લાભાર્થી દીકરી નવમા ધોરણમાં પ્રવેશ મેળવે છે ત્યારે આ દીકરીને ₹6,000 નો બીજો હપ્તો આપવામાં આવે છે.
- ત્રીજો હપ્તો જ્યારે દીકરી અઢાર વર્ષની થાય છે અને બારમું ધોરણ પાસ કરીને આગળ ભણવા માટે સરકાર દ્વારા ત્રીજો હપ્તો આપવામાં આવે છે, જે પણ બાકી રહેલા પૈસા બધા જ આ ત્રીજા હપ્તામાં આપવામાં આવતા હોય છે.
વ્હાલી દિકરી રોજના માટે કેવી રીતે અરજી કરવી
- જો તમે ગ્રામ્ય વિસ્તાર ના રહેવાસી હોય તો તમારે VCE ની મુલાકાત લેવી જોઈએ.
- જો લાભાર્થી દીકરી શહેરી વિસ્તારમાં રહેતી હોય તો મામલતદાર કચેરીના તાલુકા ઓપરેટર પાસે જવાનું રહેશે.
- લાભાર્થી દીકરીના માતા અથવા પિતા દ્વારા નિયત નમૂનામાં અરજી ફોર્મ ભરી આપવાનું રહેશે તમામ ડોક્યુમેન્ટ ઓરીજનલ આપવાના રહેશે.
- ત્યારબાદ ગ્રામ્ય VCE અથવા તાલુકા ઓપરેટર ફોર્મ ની ચકાસણી કરશે.
- ત્યારબાદ ગ્રામ્ય વીસીઈ અથવા તાલુકા ઓપરેટર તેમની સિસ્ટમમાં લોગીન કરીને અરજી કરી આપશે.
- અંતમાં ફોર્મ ભરાઈ ગયા બાદ અને ઓનલાઇન અરજી કર્યા બાદ વીસીઈ અથવા તાલુકા ઓપરેટર દ્વારા ફોર્મ ભર્યાની રીસીપ્ટ આપશે. આ રીસીપ્ટ સાચવીને રાખવી.
વ્હાલી દીકરી યોજના માટે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી ?
- આ યોજના હેઠળના લાભો મેળવવા માટે, દીકરીના માતા-પિતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ (WCD)ની મુલાકાત લઈ શકે છે.
- અરજી ફોર્મ સાથે ઉલ્લેખિત દસ્તાવેજ જોડવા માટે અરજી ફોર્મ મેળવો અને તેને સંબંધિત અધિકારીને સબમિટ કરો.
- પછી, અરજી ફોર્મ સંબંધિત અધિકારી દ્વારા ચકાસવામાં આવશે, જો અરજીઓ પૂરી ન થાય તો તમામ શરતો પૂરી કરવા માટે અરજી ફોર્મ શરતો પરત કરવામાં આવે છે.
- અંતે, સંબંધિત તહસીલ અધિકારી તમામ દસ્તાવેજોને પ્રમાણિત કરશે અને અરજીપત્રને પ્રમાણિત કરવા માટે જિલ્લા કલ્યાણ અધિકારીને મોકલશે.અરજી સબમિટ કર્યા પછી, અરજદારને વધુ સંદર્ભ માટે એક સ્વીકૃતિ પ્રાપ્ત થશે.
વ્હાલી દીકરી યોજના મહત્વપૂર્ણ લિંક
વ્હાલી દીકરી યોજનાની વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હેલ્પલાઇન નંબર | 079-232-57942 |
હોમ પેજ | અહીં ક્લિક કરો |