GSRTC Vacancy 2024: ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે GSRTC દ્વારા વિવિધ પદો પર સીધી ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
GSRTC Vacancy 2024
ભરતી સંસ્થા | ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) |
પોસ્ટનું નામ | હેલ્પર |
ખાલી જગ્યાઓ | 1658 |
જોબ લોકેશન | ભારત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 05-01-2024 |
પોસ્ટનું નામ:
GSRTCની બહાર પડેલી હેલ્પરની ભરતી માટે અરજી કરવા ઉમેદવારે સરકાર માન્ય ITIમાંથી મિકેનિક મોટર વ્હીકલ/ મિકેનિક ડીઝલ/ જનરલ મિકેનિક/ ફીટર/ ટર્નર/ ઇલેક્ટ્રિશીયન/ સીટ મેટલ વર્કર/ ઓટો મોબાઈલ બોડી રીપેરર/ વેલ્ડર/ વેલ્ડર કમ ફેબ્રીકેટર/ મશીનીસ્ટ/ કારપેન્ટર/ પેઇન્ટર જનરલ/ ઓટો મોબાઈલ પેઇન્ટર રીપેરરમાં ઓછોમાં ઓછા 1 વર્ષનો કોર્ષ કરેલો હોવો જોઈએ.
કુલ જગ્યા:
- ઑપન કેટેગરીમાં 494 પુરુષ અને 243 મહિલા
- EWSમાં 130 પુરુષ અને 64 મહિલા
- OBCમાં 244 પુરુષ અને 120 મહિલા
- SCમાં 69 પુરુષ અને 34 મહિલા
- STમાં 174 પુરુષ અને 86 મહિલા
શૈક્ષણિક લાયકાત:
આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો ITI પાસ કરેલ તમામ ઉમેદવારો અરજી કરી શકે છે જેમાં મિકેનિકલ મોટર વ્હીકલ તેમજ જનરલ મેકેનિક ઇલેક્ટ્રિશિયન અથવા સીટ મેટલ વર્કર ઓટોમોબાઇલ્સ બોડી રીપેર જેવા અન્ય કેટેગરીમાં આઈટીઆઈ કરેલ હોય તેવા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકશે
પગારધોરણ:
હેલ્પર ને આગામી પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર એટલે કે 21,100 સુધીના પગાર માટે રાખવામાં આવશે
વયમર્યાદા:
એસ.ટી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આ ભરતી માટે ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 35 વર્ષ સુધી હોવી જોઈએ. એટલે કે 5 જાન્યુઆરી 1990 થી 6 જાન્યુઆરી 2007 વચ્ચે જન્મેલા ઉમેદવારો હેલ્પરની પોસ્ટ માટે અરજી કરી શકશે.
કેવી રીતે અરજી કરવી?
- સૌથી પહેલા https://ojas.gujarat.gov.in/ પર જાઓ.
- આ બાદ ‘કરન્ટ એડવર્ટાઈઝમેન્ટ’ પર ક્લિક કરો.
- આ બાદ તમારે GSRTC ભરતી પર ક્લિક કરવાનું રહેશે.
- બાદમાં GSRTCમાં હેલ્પરની ભરતીની બાજુમાં રહેલા ‘એપ્લાય નાઉ’ પર ક્લિક કરો.
- હવે અરજી ફોર્મ ખુલવા પર તમારી તમામ વિગતો ભરો.
- આ બાદ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને ફોર્મ સબમિટ કરી નાખ્યા બાદ ફીની ચૂકવણી કરો.
- ફોર્મ ભર્યા બાદ તેની પ્રિન્ટ કઢાવીને રાખો.
અગત્યની તારીખ:
અરજી શરૂઆત તારીખ | 06/12/2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 05/01/2025 |
અરજી કરવા માટે જરૂરી લિંક:
સતાવાર સાઈટ | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |