How to make driving license : ભારત દેશના દરેક નાગરિકને પોતાનું ઓળખ પત્ર હોવું જરૂરી છે. જે પોતાની ઓળખ દર્શાવે છે. આવી જ રીતે 18 વર્ષથી ઉપરના કોઈપણ વ્યક્તિને વાહન ચલાવવા માટે ભારત સરકાર દ્વારા એક દસ્તાવેજ તરીકે ડ્રાઇવિંગ લાઇસન્સ ની જરૂરિયાત છે. આ ડ્રાઇવિંગ લાઇસન્સ અને ડ્રાઇવિંગ ની પરીક્ષા માટે સરકાર દ્વારા એક આરટીઓ ઓફિસ ની સ્થાપના કરવામાં આવે છે. જે સંપૂર્ણ રીતે વાહન ને લગતી કામગીરી પર કાર્યરત હોય છે. સૌપ્રથમ વાહન ચલાવવા માટે તેની ડ્રાઇવિંગ પરીક્ષા આપવામાં આવે છે. જે કોમ્પ્યુટર પર અને વાહન ચલાવીને આપવાની હોય છે. ત્યારબાદ આરટીઓ કચેરી થી આ ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં આવે છે.
ડ્રાઇવિંગ લાઇસન્સ
ડ્રાઇવિંગ લાઇસન્સ એક કાનૂની દસ્તાવેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ ડ્રાઇવિંગ લાઇસન્સ મોટરસાયકલ, કાર , બસ અને ટ્રક જેવા વાહનો ચલાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ છે. આ એક ડોક્યુમેન્ટ ના અભાવથી તમને દંડ પણ ફટકારી શકાય છે.
હાલના સમયે ને ધ્યાનમાં લેતા જો તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ ની અરજી કરવી હોય તો તમારે આરટીઓ ઓફિસ ની મુલાકાત લીધા વિના ઓનલાઇન જ અરજી કરી શકો છો. ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે ની તમામ વિગતો અને જરૂરી માહિતીઓ નીચે મુજબ આપવામાં આવી છે
આ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે વ્યક્તિને ભારતનું નાગરિકત્વ હોવું જરૂરી છે. આની માટે પ્રથમ આવશ્યક ડોક્યુમેન્ટ નું હોવું જરૂરી છે. ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે વ્યક્તિની ઉંમર 18 વર્ષથી ઉપરની હોવી જોઈએ. ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે વ્યક્તિને ટ્રાફિકના નિયમોની જાણકારી હોવી જોઈએ. ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે કોઈ સમય મર્યાદા નથી. ડ્રાઇવિંગ લાઇસન્સ ને સમય મર્યાદા પૂર્ણ થયા બાદ ફરીથી રીન્યુ કરવાનું હોય છે.
ડ્રાઇવિંગ લાયસન્સ માટે જરૂરી દસ્તાવેજો
વ્યક્તિનું પોતાનું આધાર કાર્ડ
પાન કાર્ડ
ચૂંટણી કાર્ડ જે દર્શાવે છે કે વ્યક્તિ પુખ્ત વયની છે.
વ્યક્તિના સરનામાને સુચિત કરવા માટે રાશન કાર્ડ ની કોપી.
પાસપોર્ટ સાઇઝ નો ફોટો.
વ્યક્તિની સહી
મોબાઈલ નંબર
- શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર ( જો વ્યક્તિ શિક્ષિત હોય તો આ દસ્તાવેજની જરૂરિયાત હોય છે.)
How to Apply Driving licence : કેવી રીતે કરવું અપ્લાઇ
- સૌ પ્રથમ તમારે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ sarathi.parivahan.gov.in/sarathiservice/stateSelection.do પર જવું પડશે.
- સાઇટ પર જઈને અને તમારું રાજ્ય પસંદ કરો અને એ પછી ઑનલાઇન અપ્લાઇ કરવાનો વિકલ્પ પસંદ કરો. તે પછી ન્યૂ ડ્રાઇવિંગ લાઇસન્સનો વિકલ્પ પસંદ કરો.
- ગાઈડલાઇન વાંચ્યા પછી કન્ટીન્યુ બટન પર ક્લિક કરો.
- આ પછી લર્નિંગ લાઇસન્સનો વિકલ્પ પસંદ કરો અને માહિતી ભરીને ઓકે પર ક્લિક કરો.
- એ પછી આવેદન કરનાર વ્યક્તિની પર્સનલ માહિતી અને દસ્તાવેજો જેવા કે ઓળખ પત્ર વગેરેની માહિતી ભરો.
- એ પછી પેમેન્ટ કરવાનું રહેશે અને પછી જ સફળતાપૂર્વક લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સની અરજી સબમિટ થઈ હશે.
- ઓનલાઈન ડ્રાઈવિંગ ટેસ્ટ માટે આગળ વધતા પહેલા 10 મિનિટનો ડ્રાઈવિંગ નિર્દેશનો વીડિયો જોવો જરૂરી હોય છે.
- એ પછી ટેસ્ટ માટેનો OTP અને પાસવર્ડ તમારા મોબાઈલ નંબર પર આવશે.
ટેસ્ટમાં 10 માંથી 6 પ્રશ્નોના સાચા જવાબ આપવા જરૂરી છે. ટેસ્ટ ક્લિયર કર્યા પછી, લાઇસન્સ લિંક રજિસ્ટર્ડ ફોન નંબર પર મોકલવામાં આવશે. જો ટેસ્ટ ક્લીયર ન થાય તો ફરીથી ટેસ્ટ માટે 50 રૂપિયાની ચૂકવવા પડે છે. લર્નિંગ લાઇસન્સનું સબમિશન કર્યા પછી એક વેબ એપ્લિકેન્ટ નંબર જનરેટ થશે જેની મદદથી તમારા એપ્લિકેશનનું સ્ટેટસ ચેક કરી શકાય છે.
મહત્વની લીંક
Offical website | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |