BSF Recruitment 2024: 10 પાસ ઉમેદવારો માટે BSFમાં નોકરીની તક જુઓ તમામ માહિતી

BSF Sports Quota Recruitment 2024: BSFમાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા સ્પોર્ટ્સ કોટા હેઠળ કોન્સ્ટેબલના (જનરલ ડ્યૂટી) પદો માટે 275 ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી ખેલાડીઓ માટે તેમની કારકિર્દીમાં મહત્વપૂર્ણ તક પૂરી પાડશે.આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, લાયકાતની માહિતી, વેતન, અરજી શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી વાંચજો.

BSF Recruitment 2024

સંસ્થા બોર્ડર સિક્યોરિટી ફોર્સ
પોસ્ટ કોન્સ્ટેબલ
અરજી માધ્યમ ઓનલાઈન
રજીસ્ટ્રેશન કરવાની તારીખ 30મી ડિસેમ્બર
આધિકારિક વેબસાઈટ https://rectt.bsf.gov.in/

પોસ્ટનું નામ:

બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, વિભાગ દ્વારા કોન્સ્ટેબલની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.

વય મર્યાદા:

BSF ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની લઘુત્તમ વય 18 વર્ષ તેમજ મહત્તમ વય 23 વર્ષ હોવી જરૂરી છે. આ સિવાય અનામત કેટેગરીના લોકોને સરકારના નિયમો અનુસાર ઉંમરમાં છૂટછાટ મળી રહેશે.

અરજી ફી:

BSF કોન્સ્ટેબલની ભરતીમાં, સામાન્ય શ્રેણી, અન્ય પછાત વર્ગ અને EWS શ્રેણી માટે અરજી ફી 147.20 રૂપિયા છે, તથા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને તમામ મહિલાઓ માટે, અરજી ફી માફ છે. આ ભરતી માં અરજી કરવા માટે ઓનલાઇન માધ્યમ દ્વારા ફી ભરવાની રહેશે.

મહત્વપૂર્ણ તારીખો:

ફોર્મ ભરવાની શરૂઆત: 01 ડિસેમ્બર 2024
છેલ્લી તારીખ: 30 ડિસેમ્બર 2024

પગાર ધોરણ:

  • 7મું પે સ્કેલ મેટ્રિક્સ:
  • પગાર રૂ. 21,700 થી રૂ. 69,100 સાથે અન્ય ભથ્થાંનો સમાવેશ થાય છે.

પસંદગી પ્રક્રિયા:

પ્રારંભિક શોર્ટલિસ્ટિંગ.

શારીરિક ધોરણ પરીક્ષા.

દસ્તાવેજોની ચકાસણી.

મેડિકલ પરીક્ષા.

અરજી કેવી રીતે કરવી ?

  • આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા તમારે નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • ત્યાર બાદ ઓફિસલ વેબસાઈટ પર જાઓ
  • ત્યાર બાદ “Recruitment Openings” પર ક્લિક કરો
  • જરૂરી માહિતી ભરો
  • ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • કન્ફોર્મ બટન પર ક્લિક કરો
  • આ રીતે તમારું ફોર્મ સફરતા પૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે ઉપયોગી લિંક:

જાહેરાતની માહિતી માટે અહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top