Ayushman Bharat Yojana In Gujarati । આ રીતે બનાવી શકો છો આયુષ્માન કાર્ડ, જાણો સરળ પ્રોસેસ

કેન્દ્ર સરકાર આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત નાગરિકોને 5 લાખ રૂપિયા સુધીની નિઃશુલ્ક સારવાર આપે છે, જેને ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે 10 લાખ સુધીની કરી છે. કેન્દ્ર સરકારની આ સ્કીમનો લાભ અંતરિયાળ વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને તેમ જ ગરીબ વર્ગના લોકોને મળે છે. તો શહેરી વિસ્તારમાં રહેતા ઓછી આવક ધરાવતા લોકો પણ આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે. ભારત સરકારની આ યોજના આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત દેશના દરેક રાજ્યમાં રહેતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે છે. જો તમારી પાસે હજી સુધી આયુષ્યમાન ભારત કાર્ડ નથી તો તમે તેને ઘરે બેઠા બેઠા ગણતરીની મિનિટોમાં બનાવી શકો છો.

અમારા આ લેખમાં તમારા આ પ્રશ્નોના જવાબ પણ છે જેમાં અમે તમને આયુષ્માન કાર્ડ ઓનલાઈન કેવી રીતે કઢાવવું ? આયુષ્માન કાર્ડ ના ફાયદા, આયુષ્માન કાર્ડ આવક મર્યાદા, આયુષ્માન કાર્ડ લિસ્ટ, આયુષ્માન કાર્ડ એપ્લિકેશન, આયુષ્માન કાર્ડ ડોક્યુમેન્ટ આ બધી વિગતની માહિતી આ આર્ટિકલ માં આપવામાં આવશે.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – PMJAY હાઇલાઇટ પોઈન્ટ

યોજનાનું નામ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – PMJAY
વિભાગ નેશનલ હેલ્થ ઓથોરિટી ભારત સરકાર
લાભાર્થી ભારતીય નાગરિક
હેલ્પલાઇન નંબર 14555/1800111565
આયુષ્માન ભારત યોજના વેબસાઇટ pmjay.gov.in
મુખ્ય ફાયદા યુનિવર્સલ હેલ્થ કવરેજ (UHC) રૂ. 10 લાખ સુધી વીમો
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – PMJAY

આયુષ્માન કાર્ડ ના ફાયદા 2024

  • આયુષ્માન કાર્ડ માં હોસ્પિટલમાં 15 દિવસ સુધી ખર્ચ સરકાર ઉઠાવે છે
  • તમારા પરિવારના તમામ સભ્યો આયુષ્માન કાર્ડ યોજના માં લાભ લઇ શકે
  • આયુષ્માન કાર્ડ માં સરકારી કે ખાનગી હોસ્પિટલમાં 10 લાખ રૂપિયા મફત સારવાર મળશે

આયુષ્માન કાર્ડ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું આયુષ્માન કાર્ડ માટે અરજી કરવા માટે, તમારી પાસે સરકારી ડોક્યુમેન્ટ કાર્ડ હોવું જોઈએ જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર ID વગેરે. આ સિવાય તમે સરકારી વેબસાઈટ પર જઈને જાતે અરજી કરી શકો છો. તેથી તમે આયુષ્માન ભારત એપ ડાઉનલોડ કરીને વેબસાઇટ પર જય ને અરજી કરી ચો , આયુષ્માન કાર્ડ તમારા સરનામા પર પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે.

આયુષ્માન કાર્ડના ફાયદા

  • આયુષ્માન કાર્ડ હેઠળ , તમને 5 લાખ રૂપિયાની મફત સારવારની સંપૂર્ણ વાર્ષિક ચુકવણી મળશે અને ફ્રી સારવાર પ્રદાન કરવામાં આવશે, આયુષ્માન કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ 2024
  • તમે દેશની કોઈપણ સરકારી કે ખાનગી હોસ્પિટલમાં જઈને સંપૂર્ણ ₹5 લાખની મફત સારવાર મેળવી શકો છો.
  • સારવાર દરમિયાન, તમે મફત દવાઓ, ટેસ્ટ અને અન્ય લાભો મેળવી શકો છો.

આયુષ્યમાન ભારત કાર્ડ માટે અરજી કેવી રીતે કરશો.

  • જો તમારી આવક મર્યાદા કરતા ઓછી છે, તો તમે આ કાર્ડ માટે અરજી કરી શકો છો.
  • આ માટે તમારે નજીકના જનસેવા કેન્દ્ર પર જવાનું છે.
  • અહીં તમારે નેશનલ હેલ્થ મિશન સંબંધિત અધિકારી સાથે મુલાકાત કરવાની છે અને જરૂરી દસ્તાવેજ જેમ કે રેશનિંગ કાર્ડ, આધાર કાર્ડ, એડ્રેસ પ્રૂફની કૉપી જમા કરાવવાની છે.
  • આટલું કર્યા બાદ સંબંધિત અધિકારી તમારા દસ્તાવેજની ખરાઈ કરશે. · આ વેરિફિકેશન બાદ લગભગ 15 દિવસમાં તમને આયુષ્યમાન કાર્ડ મળી જશે.

ઓનલાઈન આયુષ્માન કાર્ડ કેવી રીતે કઢાવવું ?

  • સૌ પ્રથમ PMJAY પોર્ટલ પર જાઓ. https://mera.pmjay.gov.in/search/login
  • તમારો મોબાઇલ નંબર અને કેપ્ચા કોડ એંટર કરો અને ‘OTP જનરેટ કરો’ પર ક્લિક કરો
  • તેમ બાદ, તમારો રાજ્ય પસંદ કરો અને નામ/HHD નંબર/રેશન કાર્ડ નંબર/મોબાઈલ નંબર દ્વારા શોધો
  • પરિણામોને આધારે, તમે ચકાસી શકો છો કે તમારો કુટુંબ PMJAY અનેથી લાભાર્થી છો કે નહીં
  • પછી, તમારે 24 અંકનો HHID નંબર મળશે, જે તમને સાચવીને રાખવો જોઈએ. આયુષ્માન કાર્ડ મેળવવાની પ્રક્રિયામાં તે જરૂરી થશે.
  • જો તમને PMJAYમાં લાયકતા છે કે નહીં તે જાણવા માટે, તમે કોઈપણ હોસ્પિટલ સાથે સંપર્ક કરી શકો છો.
  • જે પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનામાં કામ કરે છે.
  • અથવા તમે આયુષ્માન ભારત યોજનાના કોલ સેન્ટરને: 14555 અથવા 1800-111-565 પર કૉલ કરી શકો છો.
  • જે HHID તમને મળ્યો છે તેની આધારે, તમે નજીકની હોસ્પિટલમાં જવું અથવા આયુષ્માન ભારત કાર્ડ મેળવી શકો છો.
  • અથવા, તમે નજીકનું CSC સેન્ટર પર પણ જઇ શકો છો અને આયુષ્માન ભારત કાર્ડ મેળવી શકો છો.

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top