Ayodhya Ramlala Aarti Live Darshan : શ્રી રામલલા સરકારની આરતી લાઈવ, ભગવાન રામની આરતી

Ayodhya Ramlala Aarti Live Darshan : અયોધ્યામાં બિરાજમાન સમગ્ર બ્રહ્માંડના ભગવાન શ્રી રામલલાને દરરોજ ભવ્ય રીતે શણગારવામાં આવે છે. દરરોજ ભગવાન શ્રી રામ ભક્તોને જુદા જુદા સ્વરૂપમાં દેખાય છે. તેમના ફૂલોની માળા પણ દિલ્હીથી લાવવામાં આવી છે.દૂરદર્શને કહ્યું કે ડીડી નેશનલ પર સવારે 6.30 વાગ્યાથી રામ લલાની આરતીનું સીધુ પ્રસારણ કરવામાં આવશે. કેન્દ્રીય સુચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે ભગવાન રામના ભક્તોની અપાર આસ્થાને ધ્યાનમાં રાખતા આ સુવિધા પર વિચાર કરવામાં આવ્યો છે.

હવે તમે દરરોજ પોતાના ઘરથી શ્રી રામ લલાના દિવ્ય દર્શન કરી શકશો. રામ ભક્તોની અપાર આસ્થાને ધ્યાનમાં રાખતા પ્રસાર ભારતીએ તેની શરૂઆત કરી છે.ત્યાં જ પ્રસાર ભારતીના સીઈઓ ગૌરવ દ્વિવેદીએ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું, “સમય સમય પર સાંસ્કૃતિક કેલેન્ડરના આધાર પર દૂરદર્શન પર આધ્યાત્મિક કાર્યક્રમ ચલાવવામાં આવે છે.”

દરરોજ સવારે 30 મિનિટ માટે પ્રસારિત કરવામાં લાઈવ આરતી

અયોધ્યામાં રામ મંદિરમાં થતી સવારની પ્રાર્થનાને દરરોજ સવારે 30 મિનિટ માટે પ્રસારિત કરવામાં આવશે. આ નિર્ણય પર તેમણે કહ્યું, “રામનવમી નજીક આવી રહી છે. રામ મંદિરના ઉદ્ધાટન બાદ અમે વિચાર્યું કે આ ઠીક સમય રહેશે. અમે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પાસે રિક્વેસ્ટ કરી અને તેમણે પોતાની પરવાનગી આપી દીધી.”

રામલલાને દિવસમાં ચાર વખત ભોજન મળે છે. દરરોજ અને સમય પ્રમાણે રામલલાને વિવિધ વાનગીઓ પીરસવામાં આવે છે. આ વાનગીઓ રામ મંદિરના રસોડામાં બનાવવામાં આવે છે. સવારની શરૂઆત બાલ ભોગથી થાય છે.

આ શ્રેણીમાં, કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ, વિક્રમ સંવત 2081 શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યા ધામમાં વિશ્વનાયક શ્રી રામલલા સરકારનો શુભ અલૌકિક શણગાર થયો હતો.

ભગવાન શ્રી રામની સેવામાં આ પાંચ પાત્રોનું ખાસ મહત્વ

ભગવાનને રોજ ભોગ લગાવતા સમયે ગરુડ ઘંટ વગાડવું પણ ફરજિયાત છે. ગરુણજીને વેદાત્મા કહેવામાં આવ્યા છે. તેમની પાંખોમાંથી વેદના અવાજો નીકળે છે. એવું માનવામાં આવે છે કે ભગવાનને ભોગ લગાવતા સમયે ગરુડ ઘંટડી વગાડવાથી જ વેદ મંત્રો ઉપસ્થિત થઈ જાય છે. ભગવાનની સેવામાં પાંચ પાત્રોનું પણ ઘણું મહત્વ છે. અલગ-અલગ વ્યવહાર માટે અલગ-અલગ પાત્રો રાખવામાં આવે છે જેમાં અલગ-અલગ કર્યો માટે પાણી રાખવામાં આવે છે. પાદ્ય, અર્ધ્ય, આચમન અને નહાવાના પાત્રો ઉપરાંત તેમાં શુદ્ધ પાણીના પાત્ર પણ સામેલ છે.

ઉપયોગી લીંક

લાઇવ દર્શન કરવા માટે અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top